કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર અંગેની ગાઇડલાઇનમાં સુધાર કર્યો હતો. સરકારે કોરોનાની સારવારમાં જ્યાં સુધી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય નહીં ત્યાં સુધી એન્ટિબાયોટિક્સ દવાનો ઉપયોગ નહીં કરવા જણાવવામાં આવ્યું છે.
નવી ગાઇડલાઇન રવિવારે જાહેર કરવામાં આવી હતી. એઇમ્સ, આઇસીએમઆર તથા કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સની ગત 5 જાન્યુઆરીએ બેઠક યોજાઈ હતી. જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાઇડલાઇનમાં ડૉક્ટરોને કન્વેસેન્ટ પ્લાઝમા થેરેપીનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.
દરમિયાન દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 918 કેસ નોંધાયા હતા જ્યારે 4 દર્દીનું મોત થયું થયું હતું. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,350 થઈ છે. રાજસ્થાનમાં કોરોનાના બે દર્દીનું મોત થયું હતું.