Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ સાથે સંકળાયેલા વ્હાઇટ-કોલર ટેરર મોડ્યુલના આતંકવાદી ડોક્ટરોએ ઘોસ્ટ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આના દ્વારા તેઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંકલન કરતા હતા.

PTIના એક રિપોર્ટ અનુસાર અધિકારીઓએ રવિવારે દાવો કર્યો કે આતંકવાદીઓ સુરક્ષા એજન્સીઓથી બચવા માટે ડ્યુઅલ-ફોન પ્રોટોકોલનું પાલન કરી રહ્યા હતા. દરેક આરોપી પાસે બે થી ત્રણ મોબાઈલ હતા.

શંકાથી બચવા માટે તેમના નામે રજિસ્ટર્ડ એક ક્લીન ફોન રાખતા હતા. બીજો ટેરર ફોન હતો જેના દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ પર વાત કરતા હતા.

ડિવાઇસમાં ફિઝિકલ સિમ વગર મેસેજિંગ એપ્સ ચલાવવાની સુવિધાનો લાભ ઉઠાવીને જ આ લોકો ડોકટરોને યુટ્યુબ દ્વારા IED બનાવતા શીખવતા અને હુમલાનો નિર્દેશ આપી રહ્યા હતા.

તપાસના ખુલાસા પછી જ ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ (DoT)એ ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ નિર્દેશ આપ્યો હતો કે વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ માટે એક્ટિવ સિમ કાર્ડનો નિયમ લાગુ કર્યો છે.

નોંધનીય છે કે લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટના કેસમાં 15 લોકોના જીવ ગયા હતા. તેની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરી રહી છે.