ટ્રાવેલ બ્લોગર દક્ષે સોમવારે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત વિયેતનામના હનોઈ એરપોર્ટ પર થઈ હતી. બંનેએ એક જ ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. બ્લોગરે રાહુલ ગાંધી સાથેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યા છે. જોકે, ફ્લાઈટ ક્યાંની હતી તે જણાવ્યું નથી.
દક્ષના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર રાહુલ ગાંધી સાથે તેમની થોડીવાર વાતચીત પણ થઈ હતી. આ દરમિયાન રાહુલે તેમની હેટના વખાણ કરતા કહ્યું કે તે તેમના પર સારી લાગી રહી છે. વીડિયોમાં રાહુલ ગાંધી એરપોર્ટ પર ચાલતા જોવા મળી રહ્યા છે. જોકે, રાહુલ ગાંધી કે કોંગ્રેસ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
દક્ષની પોસ્ટ પર ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી એક બિન-ગંભીર નેતા છે. તેઓ હંમેશા રજાના મૂડમાં રહે છે. તેઓ લીડર ઓફ અપૉઝિશન નહીં, પરંતુ લીડર ઓફ પર્યટન છે.