કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પોતાનો સત્તાવાર બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે શુક્રવારે બંગલામાંથી તમામ સામાન ખાલી કરી દીધો હતો. હવે તેઓ માતા સોનિયા ગાંધી સાથે તેમના ઘરે રહે છે. રાહુલ પહેલીવાર 2004માં અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી તેઓ તુગલક રોડ લેન પર સ્થિત એક જ સરકારી બંગલામાં રહેતા હતા.
સૂત્રોનું કહેવું છે કે રાહુલ પોતાની ઓફિસ માટે નવી જગ્યા શોધી રહ્યા છે. થોડા વર્ષો પહેલા પ્રિયંકા ગાંધીએ પણ SPG સુરક્ષા કવચ પાછું ખેંચી લેવાયા બાદ લોધી એસ્ટેટમાં પોતાનો બંગલો ખાલી કરવો પડ્યો હતો.
22 એપ્રિલ સુધીમાં મકાન ખાલી કરવાનો આદેશ હતો
સાંસદ છોડ્યા બાદ રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. 14 એપ્રિલે રાહુલે પોતાનો મોટાભાગનો સામાન સોનિયા ગાંધીના 10, જનપથ ખાતેના ઘરે શિફ્ટ કર્યો હતો.