સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29મીએ કુલપતિ ડૉ.ભીમાણીની અધ્યક્ષતામાં સિન્ડિકેટની મિટિંગ મળવાની છે. કાલે મળનારી સિન્ડિકેટની બેઠકમાં યુનિવર્સિટીની મેડિકલ સિવાયની 13 ફેકલ્ટીના 123 જેટલા કોર્સની પરીક્ષા ફીમાં રૂ. 30 વધારો કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે જેને લઈને સિન્ડિકેટ સભ્યો ચર્ચા કરશે. આ ઉપરાંત અગાઉ મળેલી સિન્ડિકેટની મિનિટ્સ મંજૂર કરવા મુદ્દે માથાકૂટ થવાની સંભાવના પ્રબળ બની છે કારણ કે અગાઉની કુલપતિની મૌખિક સૂચનાથી રજિસ્ટ્રારે મિટિંગની મિનિટ્સમાં બરોબર બદલાવ કરી દીધો હતો.
જેમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયાની તમામ જવાબદારી સ્ક્રૂટિની કમિટીને બદલે ઈન્ટરવ્યૂ કમિટી એટલે કે સિન્ડિકેટ સભ્યો ઉપર ઢોળી દેવા મુદ્દે તમામ સભ્યોએ વિરોધ સાથે કુલસચિવ સામે પણ કાર્યવાહી કરવાની માગણી કરી હતી જેનો સિન્ડિકેટમાં નિર્ણય લેવાશે.