Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદ શહેરની નરોડા પોલીસ મુઠીયા ગામમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી, ત્યારે આરોપી બુટલેગરના બે કુખ્યાત ભાઈઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં રહીશોની ગાડીઓના કાચ તૂટ્યા હતા. ઉપરાંત બંનેએ તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ કરીને ભગાડી મુક્યો હતો. આ અંગે નરોડા પોલીસે કુલ ચાર આરોપી સામે ગુનો નોંધીને પથ્થરમારો કરનાર બે આરોપીની ધરપકડ કરી છે.

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ અન્ય પોલીસકર્મીઓ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અનીલ ઉર્ફે કાલી સોલંકી મુઠીયા ગામના મેદાનમાં હાજર છે. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા મુઠીયા ગામે પહોચ્યા ત્યારે અનિલ અને તેની સાથે રહેલો શખસ ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. પોલીસના પીછો કરવાથી તે ગાડી મૂકીને ગલીઓમાં ભાગી ગયો હતો. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા તેની પાછળ દોડ્યા હતા.