Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોવિડ લાૅકડાઉનના વિરોધમાં ચીનનાં શહેરોમાં અભૂતપૂર્વ વિરોધ દેખાવો 1989ના તિયાનમનના વિદ્યાર્થી આંદોલનની યાદ અપાવી રહ્યા છે. ત્યાં ભડકેલા આક્રોશની આગ બે-ચાર દિવસ નહીં બલકે આ વર્ષે મેમાં જ ભડકી ઊઠી હતી. 18મી મેથી લઇને હજુ સુધી ચીનમાં 850થી વધારે વિસ્તારોમાં વિરોધ દેખાવો થયા છે. 2022માં કુલ 688 હડતાળો થઇ છે.

નાના પાયે હોવાના કારણે આ દેખાવોને કોઇ પણ હોબાળા વગર દબાવી દેવામાં આવ્યા હતા. ઉરુમ્કીમાં 26મી નવેમ્બરે કોવિડ લાૅકડાઉનમાં બંધ ઇમારતમાં આગ લાગી હતી. જેમાં 10 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદથી ચીનમાં પ્ મોટા પાયે દેખાવો શરૂ થયા છે. બેજિંગ, શંઘાઇ જેવા કારોબારી હબ સહિત 19 શહેરોમાં દેખાવો થઇ રહ્યા છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માગ સાથે થઇ રહેલા વિરોધ પ્રદર્શનોને દબાવી દેવા માટે ચીનના વહીવટીતંત્રે હવે નવી વ્યૂહરચના અપનાવી છે. દેખાવોને દબાવી દેવા માટે ચીનમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરાવીને તેમને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. જિનપિંગના સિંઘુઆ યુનિવર્સિટી, બેજિંગ અને ગુઆંગડોંગ પ્રાંતની કેટલીક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા છે. તેમનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓને કોવિડ સંક્રમણથી બચાવવા માટે હોસ્ટેલ ખાલી કરાવીને તેમને ઘરે મોકલી રહ્યા છે.

બેજિંગ ફોરેસ્ટ્રી યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓને ઘરે મોકલીને ઓનલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. એક વિદ્યાર્થીએ કહ્યું છે કે સંસ્થા બંધ થઇ ગયા બાદ ભીડ એકત્રિત થઇ શકશે નહીં. દેખાવકારો સામે પોલીસ કઠોર વલણ અપનાવી રહી છે.