મંગળવાર, 6 મે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80,641 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઘટાડો થયો અને તે 24,380ના સ્તરે બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર ઘટીને બંધ થયા. ઝોમેટોના શેર 3.08%, ટાટા મોટર્સ 2.09%, એસબીઆઈ 2.01%, અદાણી પોર્ટ્સ અને NTPC 1.96% ઘટીને બંધ થયા. તેમજ, મહિન્દ્રા, એરટેલ, નેસ્લે ઇન્ડિયા, HUL અને ટાટા સ્ટીલના શેર લગભગ 2% વધીને બંધ થયા.
નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેરો ઘટાડા સાથે બંધ થયા. NSEના સેક્ટોરલ ઈન્ડેક્સમાં સૌથી વધુ સરકારી બેંકના ઈન્ડેક્સમાં 4.84%, રિયલ્ટી ઈન્ડેક્સમાં 3.58%, ઓઈલ અને ગેસમાં 1.79%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.68% અને મીડિયા 1.51% ઘટીને બંધ થયા.