Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતા, આર્થિક બેહાલી અને કટ્ટરપંથ તો ચરમ પર છે જ પણ તે દુનિયાનો એવો સૌથી બદતર દેશ પણ છે જ્યાં સામૂહિક હત્યા(લિન્ચિંગ) કરવાનું જોખમ સૌથી વધુ રહે છે. અર્લી વોર્નિંગ પ્રોજેક્ટના એક રિપોર્ટ મુજબ આ જોખમ આતંકી સંગઠન તાલિબાન સાથે સંકળાયેલાં સંગઠનોની હાજરીને કારણે પણ છે.


જ્યારે પાકિસ્તાનનું પાડોશી અને તાલિબાન શાસન હેઠળનું અફઘાનિસ્તાન આ યાદીમાં સાતમા ક્રમે છે. ત્યાં પણ તાલિબાનના શાસન બાદ મસ્જિદો અને અન્ય જાહેર સ્થળોએ હત્યાઓ વધી ગઈ છે. ખાસ કરીને ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે પણ પાકિસ્તાનની તુલનાએ લિન્ચિંગની ઘટનાઓ ઓછી છે. રિસર્ચ સંગઠન અર્લી વોર્નિંગ પ્રોજેક્ટે તેના રિપોર્ટમાં કહ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી), ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) અને સ્થાનિક સંગઠનોના કારણે પાક.માં ભીડવાળી હિંસા અને હુમલા વધી રહ્યા છે.

એવામાં અનેક સ્તરે સુરક્ષા અને માનવાધિકારના પડકારો ચરમ પર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પાક.માં ઈશનિંદા કાયદાની આડમાં આતંકી સંગઠન આઈએસ સતત હુમલાની ધમકી આપે છે. આ કારણે ધાર્મિક લઘુમતીઓને મોટા પાયે ભીડ તરીકે અપરાધીઓ દ્વારા નિશાન બનાવવાની ઘટનાઓ પાક.માં સૌથી વધુ બની છે. આ અભ્યાસ ટીટીપી દ્વારા પાક. સરકારની સાથે એક મહિના સુધી ચાલેલી યુદ્ધવિરામ સમજૂતી રદ કરવા અને હુમલા કરવાની જાહેરાત બાદ કરાયો હતો.