Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જે દીકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય અથવા જે દીકરી માતા પિતા વિહોણી છે એ દીકરીઓના સમૂહલગ્નની વ્યાખ્યાથી પર રહીને ભવ્ય અને લગ્ન ઉત્સવ એટલે કે વ્હાલુડીના વિવાહ કરાવવામાં આવે છે.બુધવારના રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે. દીકરાનું ઘર અને રોકડ ગ્રુપ દ્વારા આયોજીત 23 દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ વ્હાલુડીનાશુભ મંગલ વિવાહ 5 નો  બીજો કાર્યક્રમ આણું દર્શન, ડાંડીયા રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

વૃદ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મૂકેશ દોશીએ જણાવ્યું હતું કે દિકરાનું ઘર દ્વારા સતત 5 વર્ષથી વ્હાલુડીના વિવાહ યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે આ પ્રંસગમાં દીકરીઓને 251 ભેટનો કરિયાવર આપવામાં આવ્યો છે જેમાં તામામ દાતઓ નો સહયોગ મળ્યો છે.

મોહિની દવેએ જણાવ્યું હતું કે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા એટલું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે કે ક્યારેય અમને પિતાની ખોટ વર્તાણી નથી એવું લાગે છે કે જાણે કોઈ રાજકુંવરીના લગ્ન થઈ રહ્યા હોય. અમારા માટે આ ઘડી ખૂબ જ અનમોલ છે એમને અને અમારા પરિવાને ખૂબ જ આવકાર મળે છે તથા અમને વડીલોના તેમજ મહાનુભવોના  આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ રહ્યા છીએ જેનાથી અમે ખૂબ ખુશ છીએ.

રાજકોટના જાણીતા બિલ્ડર ધીરૂભાઇ રોકડે જણાવ્યું હતું કે મારા ઘરે જ્યારે લક્ષ્મી અવતરી ત્યારે જ નક્કી કર્યું હતું કે હું નવ દીકરીને ભણાવીશ અને પરણાવીશ અને અમુક સંસ્થાઓમાં એક કરોડ એંશી લાખનું દાન આપીશ. ત્યારે આ મારા જીવનની એક ધન્ય ક્ષણ છે કે મને મુખ્ય યજમાન તરીકે આ 23 દીકરીઓને  પરણાવાની તક મળી છે એ માટે હું દીકરા નું ઘર નો આભારી છું.


એન્જલ પંપ્સ પ્રા. લીના કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે હું વ્હાલુડીના વિવાહ 1 થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. આ દીકરીઓના પિતા નથી ત્યારે મે હમેશાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખી છે કે જો તેના પિતા હોય તો તેના ઓરણા જાજરમાન હોત અને એ પિતા દિકરીના દરેક સ્વપ્નને પૂર્ણ કરશે મે દિકરીઓને સોનાની ભેટ એટલા માટે આપી છે કે સોનુ હમેશાં જીવનમાં દિકરીને એક યાદગીરી રહેશે એવી મારી લાગણી છે.