તાઈવાનને પોતાના દેશમાં સામેલ કરવા માટે ચીનને તેના પર હુમલો કરવાની જરૂર નહીં પડે. તે તાઈવાનને દુનિયાથી સરળતાથી અલગ કરીને તેની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. તેના દ્વારા તે તાઈવાનને હાર માનવા માટે મજબૂર કરશે. CNNએ વોશિંગ્ટનની થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS)નો આ રિપોર્ટ શેર કર્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાન પર કબજો કરવા માટે ચીન કાં તો યુદ્ધની જાહેરાત કરી શકે છે અથવા તાઈવાનમાં સૈન્ય નાકાબંધી લાદી શકે છે. પરંતુ આ બે વિકલ્પો સિવાય ચીન પાસે 'ક્વોરેન્ટાઈન'નો ત્રીજો વિકલ્પ છે, એટલે કે તાઈવાનનો આખી દુનિયાથી સંપર્ક કાપી નાખવો.
જો તાઇવાનમાં ક્વોરેન્ટાઇન લાદવામાં આવે તો અમેરિકા પણ મદદ કરી શકશે નહીં
આ માટે ચીન 'ગ્રે ઝોન' સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકે છે. ચીનના કોસ્ટ ગાર્ડ તાઈવાનની દરિયાઈ સરહદને ઘેરી શકે છે અને તેને દુનિયાથી અલગ કરી શકે છે. આ માટે તેઓ વિશ્વને તાઈવાનના બંદરોનો ઉપયોગ કરતા રોકી શકે છે. ખરેખરમાં, ક્વોરેન્ટાઇન એ એક કાનૂની કાર્યવાહી છે, જેના હેઠળ દરિયાઈ અને હવાઈ ટ્રાફિકને થોડા સમય માટે રોકી દેવામાં આવે છે.
જો અમેરિકા ચીનના નિર્ણયની વિરુદ્ધ જાય છે અને તેના વિમાન અને લશ્કરી જહાજો તાઈવાન મોકલે છે તો તેને હુમલા તરીકે જોવામાં આવશે.
ચીનના કોસ્ટ ગાર્ડ પાસે 150 જહાજ છે. આ સિવાય તેમની નેવી પાસે 400 નાના જહાજ પણ છે. ચીનનું નૌકાદળ વિશ્વમાં સૌથી મોટુ છે. જ્યારે તાઈવાન પાસે 10 જહાજ અને 160 નાના જહાજ છે. આવી સ્થિતિમાં તાઈવાન ચીનના ક્વોરેન્ટાઈનને રોકી શકશે નહીં.