મેષઃ-
પોઝિટિવઃ- આજે કોઈ રાજનૈતિક સંબંધ દ્વારા તમને કોઈ ફાયદો થવાની આશા છે. તમે તમારી પ્રતિભા અને બુદ્ધિમત્તાના બળે થોડા એવા નિર્ણય લેશો કે તમને પોતાને પણ આશ્ચર્ય થશે. પરિવારની દેખરેખમાં પણ તમારો ઉત્તમ સહયોગ બની રહેશે.
નેગેટિવઃ- કોઈપણ અજાણ વ્યક્તિને પોતાના અંગે જાણકારી આપશો નહીં, નહીંતર કોઈ તમને દગો આપી શકે છે. વિદ્યાર્થી ગણ અભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં
વ્યવસાયઃ- કોઈપણ વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં તેના અંગે સારા વિચાર કરી લો
લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીને લઇને ઘર અને વેપાર બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખવું પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- આજે કોઈ અટવાયેલાં રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે. એટલે કોશિશ કરતા રહો. તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. આ સમયે ગ્રહ સ્થિતિઓ ઉત્તમ રહેશે.
નેગેટિવઃ- બપોર પછી કોઈ અપ્રિય સમાચાર કે સૂચના મળવાથી ઘરમાં નિરાશા રહેશે. તમારા કાર્યોને ધ્યાનથી પૂર્ણ કરો, થોડી પણ બેદરકારી નુકસાનદાયી સાબિત થઈ શકે છે. રૂપિયાની ઉધારી કરશો નહીં
વ્યવસાયઃ- આવકના સ્ત્રોત વધશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે પરિવારને લગતી કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારી ખાસ કોશિશ રહેશે અને સફળ પણ થશો. રોજિંદા કાર્યોથી અલગ આજે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. તેનાથી તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી અનુભવ કરી શકો છો.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ફરીથી તણાવ જેવું વાતાવરણ બની શકે છે. કોઈ નજીકના સંબંધીના લગ્ન સંબંધોમાં અલગ થવાના કારણે ચિંતા રહી શકે છે. તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો
વ્યવસાયઃ- મશીન, કારખાના વગેરેને લગતા વેપારમાં નવી સફળતા મળી શકે છે.
લવઃ- લગ્નસંબંધો વધારે મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે કોઈપણ હદે મહેનત કરી શકો છો. આજે પણ તમારો ઉત્સાહ આવો જ રહેશે. મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને સાકાર કરવા માટે સમય યોગ્ય છે. કોઈ સમારોહમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.
નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. ઝઘડો કે કોઈ અન્ય લોકોના મામલે દખલ કરશો નહીં. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- કળાત્મક તથા ગ્લેમર કાર્યો સાથે જોડાયેલાં લોકો સફળ રહેશે.
લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય બની રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય થોડો નબળો રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય સામાજિક ગતિવિધિઓમાં પસાર થશે. તમારી કાર્યક્ષમતા અને વધારે સશક્ત થશે. સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યાઓને ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળશે.
નેગેટિવઃ- જો વારસાગત સંબંધી કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં આજે વધારો થવાની શક્યતા છે. તમારા સ્વભાવમાં ધૈર્ય અને નરમી જાળવી રાખો. ગુસ્સો કરવાથી વાત ખરાબ થઈ શકે છે.
વ્યવસાયઃ- હાલ કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.
લવઃ- જીવનસાથીને તમારો ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે તથા ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જળવાયેલું રહેશે,
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમારો સકારાત્મક દૃષ્ટિકોણ ઘર કે વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશે. જો પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતી કોઈ યોજના બની રહી છે તો તેને તરત શરૂ કરવાની જરૂર છે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન કરાવવાની યોજના બનશે.
નેગેટિવઃ- જલ્દી સફળતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં ગેસ કાયદેસર કાર્યો હાથમાં લેશો નહીં. સમય પ્રમાણે પોતાના કાર્યોને અંજામ આપો. અન્યના મામલે દખલ કરવો તમારી માનહાનિ કરાવી શકે છે.
વ્યવસાયઃ- વેપારને વધારવા માટે કોઈ નવી શોધ કે યોજનાની જરૂરિયાત રહેશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- કામકાજને લઈને કરવામાં આવતી યાત્રા આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થશે. કાર્યોને પૂર્ણ ઊર્જા સાથે કરવાનો ઉત્સાહ પણ રહેશે. પારિવારિક વાતાવરણ પણ અનુશાસિત અને પોઝિટિવ જળવાયેલું રહી શકે છે.
નેગેટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓ ખોટા મનોરંજનને લગતા કાર્યોમાં સમય ખરાબ ન કરે. આ સમયે ખોટા ખર્ચ ઉપર કાબૂ રાખવો. ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહને ઇગ્નોર કરશો નહીં.
વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી યોજના ઉપર ગંભીરતાથી વિચાર કરો.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ અને મતભેદ દૂર થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં વર્તમાન વાતાવરણના કારણે હળવો ઉતાર-ચઢાવ રહી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજે કોઈ પરેશાનીનો ઉકેલ મળશે, તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ કરો. પરિવાર સાથે ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ સમય પસાર થશે. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદને ઉકેલવામાં સંબંધોમાં ફરીથી મધુરતા આવશે.
નેગેટિવઃ- બિનજરૂરી યાત્રાને લગતો કોઈ પ્રોગ્રામ બનાવશો નહીં. લોકો સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહો. ગેરસમજના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં તમારો સહયોગ જરૂરી છે.
વ્યવસાયઃ- આજે કામકાજમાં ખૂબ જ વધારે વ્યસ્ત રહી શકો છો.
લવઃ- પારિવારિક વાતાવરણ ઉત્તમ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- એલર્જી તથા લોહીને લગતી કોઈ સમસ્યાના અણસાર જોવા મળી રહ્યા છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતા તૈયાર કરશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડા ખાસ લોકો સાથે સંપર્ક બનવાના કારણે તમારી વિચારશૈલીમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવી શકે છે.
નેગેટિવઃ- આર્થિક મામલે ખોટ પડવાથી તણાવ રહી શકે છે. વધારે ભીડભાડના વિસ્તારમાં જવાનું ટાળો. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા જ તમારી આલોચના થવાથી મન નિરાશ થઈ શકે છે.
વ્યવસાયઃ- વર્તમાન સમય સફળતાભર્યો રહી શકે છે.
લવઃ- ઘરની ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ જળવાયેલો રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે આજે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે, સફળતા પણ જરૂરી છે. અચાનક જ કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત તણાવનું વાતાવરણ ઊભું કરશે.
નેગેટિવઃ- ગુસ્સો અને ઉતાવળ કરવી તેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે, જોકે તેમના કોઈ ષડયંત્ર સફળ થઈ શકશે નહીં.
વ્યવસાયઃ- વેપાર અને નોકરીને લગતા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો.
લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ સમસ્યા ઉકેલાઈ શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- તમે તમારા કાર્યોને વ્યવસ્થિત તથા યોગ્ય તાલમેલ જાળવીને કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. સફળ પણ થશો. આર્થિક રોકાણને લગતા મામલે પણ સમય પસાર થશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ તમને સન્માનિત રાખશે.
નેગેટિવઃ- ઘરના કોઈ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે, તેમની ભાવનાઓ અને આજ્ઞાઓને ઇગ્નોર ન કરો. વિદ્યાર્થીઓને પણ તેમના અભ્યાસ ઉપર વધારે ફોકસ રહેવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં રૂપિયાના રોકાણને લગતી કોઈ ડીલ કરતી સમયે વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.
લવઃ- ઘર-પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓમાં પોઝિટિવ ફેરફાર તથા યોગ્ય અવસર સુલભ થશે. તમારા દરેક કાર્યોને લગન સાથે કરવાની ઇચ્છા રહેશે અને સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. બાળકોને લગતા કોઈ શુભ સમાચાર પણ મળવાથી સુકૂન રહેશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે થોડી બેદરકારી અને લેટલતીફીના કારણે મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. પારિવારિક વાતાવરણમાં કોઈ જગ્યાએ અશાંતિ અનુભવ થઈ શકે છે. ભાઈઓ સાથે સંબંધોમાં મજબૂતી જાળવી રાખો.
વ્યવસાયઃ- માર્કેટિંગ તથા જનસંપર્કની સીમા વધશે.
લવઃ- લગ્નસંબંધો ઉત્તમ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ જેમ કે શરદી રહી શકે છે.