દેશના કૃષિ ઉત્પાદનોની અડધાથી વધુ નિકાસ બાસમતી, અન્ય ચોખા, ખાંડ, મસાલા અને ઑઇલ મીલ પર નિર્ભર છે. સોમવારે જારી ઇકોનૉમિક થિન્ક ટેન્ક જીટીઆરઆઇના એક રિપોર્ટમાં આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઇ) અનુસાર, ભારતથી કુલ એગ્રી પ્રોડક્ટ્સની આયાતમાં બાસમતી, ખાંડ, મસાલા અને ઑઇલ મીલનો હિસ્સો 51.5% છે. ભારતથી નિકાસ થતા આ પ્રમુખ કૃષિ ઉત્પાદનોની સપ્લાય જ દુનિયાભરમાં કિંમતો અને માંગ એક હદ સુધી નિર્ભર હોય છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં એગ્રી પ્રોડક્ટ્સના બિઝનેસ માટે પર્યાપ્ત મૂળભૂત માળખું નથી. તદુપરાંત સમયાંતરે ગુણવત્તાને લગતા મુદ્દાઓ પણ સામે આવતા રહે છે. આ વસ્તુઓ કૃષિ ક્ષેત્રના ગ્રોથ અને હરીફાની ક્ષમતા વધારવામાં અડચણરૂપ સાબિત થાય છે. તેનાથી ભારતની કૃષિ નિકાસ વૈશ્વિક કિંમતો અને માંગમાં ઉતાર ચઢાવ પ્રત્યે વધુ સંવેદનશીલ થઇ જાય છે.