શ્રીકૃષ્ણ જન્મના 15 દિવસ પછી રાધાષ્ટમી પર્વ હોય છે. જે પ્રકારે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે તેવી જ રીતે રાધાષ્ટમી પણ ઉજવાય છે. આ વખતે આ પર્વ 4 સપ્ટેમ્બર, શનિવારના રોજ છે. આ પર્વ ખાસ કરીને મથુરા, વૃંદાવન અને બરસાનામાં ઉજવાય છે. આ દિવસે રાધા-કૃષ્ણ મંદિરોમાં મહાપૂજા થાય છે. પછી રાતે જાગરણ અને ભજન થાય છે. એટલે આખા વ્રજના મંદિરમાં દર્શન માટે લોકો આવે છે. બરસાનાના રાધા મંદિરમાં આ દિવસે મહાપૂજા થાય છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે રાધાષ્ટમીના દિવસે દેવી રાધા સાથે જ તેમના પ્રિય શ્રીકૃષ્ણની પણ પૂજા કરવી જોઈએ. બંનેનો અભિષેક કર્યા પછી શ્રૃંગાર કરો અને સિઝનલ ફળ સાથે જ મીઠાઈ અને માખણ મિસરીનું નૈવેદ્ય ધરાવો. બંનેની આરતી કરીને પ્રસાદ લો. તેનાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
પૂજા વિધ(ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે) દેવી રાધા અને શ્રીકૃષ્ણને ગંગાજળ મિક્સ કરેલાં પાણીથી સ્નાન કરાવો. પછી પંચામૃતથી અભિષેક કરો. ત્યાર બાદ શ્રૃંગાર કરો. પછી માટી કે તાંબાના સાફ વાસણમાં બંને મૂર્તિઓ સ્થાપિત કરો. અબીર, ગુલાલ શ્રીકૃષ્ણને અને રાધાજીને કંકુ, હળદર, મહેંદી ચઢાવો. બંને મૂર્તિઓ ઉપર ચંદન, ચોખા, ફૂલ અને અત્તર અર્પણ કરો. સાથે જ અન્ય પૂજા સામગ્રી પણ ચઢાવો. પૂજા પછી ભોગ ધરાવો અને ધૂપ-દીપ અર્પણ કરીને આરતી કરો. પછી રાધા-કૃષ્ણને પુષ્પાંજલી આપો. પરીણિતા મહિલાઓને ભોજન કરાવીને કરાવીને સુહાગની સામગ્રીનું દાન કરો. તે પછી તમે ભોજન કરો. માન્યતા છે કે આ પ્રકારે વ્રત-પૂજા કરવાથી પાપ દૂર થાય છે. સુખ અને સમૃદ્ધિ વધે છે.