મેષઃ-
પોઝિટિવઃ- આજે ઘરમાં કોઇ નવા આયોજનની યોજના બની શકે છે. તમારી યોગ્યતા અને કાર્યશૈલીને જોઇને વિરોધી પણ તમારા વખાણ કરવા માટે વિવશ થઇ શકે છે. જમીન કે વાહનની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે.
નેગેટિવઃ- કોઇ સંબંધી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. જોકે, તમે તમારા વિવેક દ્વારા પરિસ્થિતિને સામાન્ય કરી લેશો. કોઇની વાતોમાં આવશો નહીં.
વ્યવસાયઃ- આ સમયે કામકાજને લગતા બધા વિષયોને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે.
લવઃ- પ્રેમ સંબંધોમાં આકર્ષણ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીમાં આરામ મળી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- આજે આર્થિક પરેશાનીઓથી થોડીવાર માટે છુટકારો મળી શકે છે. પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. આકરી મહેનત કરીને આગળ વધવાના રસ્તાઓ ખુલશે. આ સમયે તમારા વ્યક્તિગત હિતને પ્રાથમિકતા આપો.
નેગેટિવઃ- સંવેદનશીલતા વધારે રહેવાના કારણે સતત મૂડ ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ વચ્ચે જ અધૂરું રહી શકે છે.
વ્યવસાયઃ- વ્યાપારિક કામકાજ અંગે કોઇ યાત્રા કરવી પડી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- કામનું દબાણ અને તણાવના કારણે સ્વાસ્થ્યને લગતી તકલીફ રહી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- દૈનિક કાર્યો સામાન્ય રીતે ચાલી શકે છે. માનસિક રૂપથી તમે સ્વસ્થ અને પ્રસન્ન અનુભવ કરી શકો છો. તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ ઉત્તમ સમય પસાર થઇ શકે છે.
નેગેટિવઃ- લોકો સાથે વ્યવહાર કરતી સમયે ધ્યાન રાખો, કોઇ સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. કોઇપણ પ્રકારના પડકારનો સ્વીકાર કરવા માટે તૈયાર રહો. આ સમયે ખર્ચમાં વધારો થઇ શકે છે.
વ્યવસાયઃ- સરકારી કાર્યોને ઉકેલવા માટે સમય અનુકૂળ રહેશે.
લવઃ- સુખમાં વધારો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક અને તણાવ હાવી થઇ શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- સમયની ચાલ તમારા પક્ષમાં છે. તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશો. ભાવનાત્મક રૂપથી નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધ મધુર થશે. મહેમાનોની આગતા-સ્વાગતામાં પણ સમય સુખમય પસાર થશે.
નેગેટિવઃ- તમારા કોઇ નજીકના મિત્ર દ્વારા જ આલોચના થવાથી તમારું મનોબળ તૂટી પણ શકે છે. ધનને લગતા મામલે પણ તમારી ચિંતાનું કારણ બનશે. કોઇ ભાડુઆત સાથે વિવાદ થવાની સ્થિતિ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અતિ ઉત્તમ રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- તમારી અંદર અન્ય લોકો પાસે કામ કઢાવવાની અદભૂત કળા રહેશે. જીવનનું ગંભીરતાથી મૂલ્યાંકન કરો. આ પરિવર્તન તમારા જીવનમાં સુખ લઇને આવશે. કોઇ મહત્ત્વપૂર્ણ ઇચ્છાપૂર્તિ થવાની શક્યતા છે.
નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે. તમારે અચાનક જ કોઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ખોટા શબ્દોનો પ્રયોગ ન કરો તથા તમારા અહંકારને નિયંત્રિત રાખો. કોઇ મિત્રનો નકારાત્મક વ્યવહાર તમારા મનને ઠેસ પહોંચાડી શકે છે.
વ્યવસાયઃ- વ્યાપારિક કાર્યોમાં વધારો થઇ શકે છે.
લવઃ- ઘર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી બંને જગ્યાએ ઉત્તમ વ્યવસ્થા રહેશે.
સ્વાસ્થ્યઃ- વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- સંબંધોમાં પ્રેમ અને તાલમેલ જળવાયેલો રહેશે. સંબંધોની કિંમત અને મહત્ત્વ તમારા માટે ખાસ સ્થાન રાખશે. વિદ્યાર્થીઓને તેમની ઇચ્છા પ્રમાણે પરિણામ મળવાથી પ્રસન્નતા રહેશે.
નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યને સ્વાસ્થ્યને લગતી પરેશાની થવાથી તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. અન્ય લોકોની મદદ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અનેક મામલે તમારા વિચાર અન્યથી અલગ રહી શકે છે.
વ્યવસાયઃ- આ સમયે ગ્રહ ગોચર તમારા કરિયરને નવી દિશા આપશે.
લવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવરથી સુખનું વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- તમે જે કાર્યોમાં પણ હાથમાં લેશો, તમને તેમાં સફળતા મળી શકશે. સમય અતિ અનુકૂળ છે. કોઇ પારિવારિક યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. કોઇ કામને પૂર્ણ હિંમત અને લગન સાથે અંજામ આપવાથી અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- પોતાના ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, કેમ કે તેના કારણે તમે અન્ય સાથે પોતાનું પણ નુકસાન કરી શકો છો. થોડા ખોટા લોકો તમને ફસાવવાની કોશિશ કરશે આવા લોકોથી સાવધાન રહેવું.
વ્યવસાયઃ- આજે તમને એવા સ્રોતથી ધન મળશે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય.
લવઃ- મિત્રો તથા પરિજનો સાથે આનંદદાયક સમય પસાર થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે ખાનપાન તથા દિનચર્યાને લગતી ગતિવિધિને ખૂબ જ સંતુલિત રાખવાની જરૂરિયાત છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોશિશ કરતા રહેશો. જેમાં તમને સફળતા પણ પ્રાપ્ત થશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. તમારી કાર્યપ્રણાલીને પ્રોત્સાહન મળી શકે છે. વિદ્યાર્થીઓને રિસર્ચ, વિજ્ઞાન વગેરે જેવા ક્ષેત્રોમાં યોગ્ય સફળતા મળી શકે છે.
નેગેટિવઃ- આ સમેય કોઇપણ પ્રકારની યાત્રા કષ્ટકારી રહેશે. ખર્ચ પણ વધારે રહેશે. કોઇ ગુપ્ત વાત ઉજાગર થવાથી મહેનત નકામી થઇ શકે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં અચાનક જ કોઇ ઉત્તમ ઓર્ડર મળી શકે છે.
લવઃ- પરિવાર તથા પ્રિય વ્યક્તિનો સહયોગ તમારા આત્મવિશ્વાસને વધારશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે તમે થોડા એવા લોકોને મળશો, જે તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમે તમારા લક્ષ્યને પણ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપે. કામ અને પરિવારની વચ્ચે તમારું ઉત્તમ સંતુલન જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- મહેમાનોનું આગમન થાક આપી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે તણાવની સ્થિતિ બની શકે છે. આ સમયે ધૈર્યથી કામ લેવું. આ સમયે કોઇપણ કામને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો. અન્યના ભરોસો નુકસાન આપી શકે છે.
વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં નવી યોજનાઓ અને પડકાર તમને રોમાંચિત કરશે.
લવઃ- વ્યક્તિગત સંબંધોમાં પ્રેમ વધારે ગાઢ બનશે.
સ્વાસ્થ્યઃ- દુર્ઘટના, ઘાવ વગેરે જેવી પરેશાનીઓથી પસાર થવું પડી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- ઉન્નતિના અવસર મળી શકે છે, કામનો ભાર વધારે રહી શકે છે પરંતુ તમે ખૂબ જ સરળતાથી તેને સંભાળી લેશો. તમારા પોઝિટિવ વિચારોના કારણે તમારી છાપ નિખરશે. કોર્ટ કચેરીના મામલે વિજય પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. તમારા ચીડિયા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. થોડા લોકો પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે.
વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કામનો ભાર વધારે રહી શકે છે.
લવઃ- લગ્ન સંબંધોમાં ઉત્તમ તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય ઘરની દેખરેખ તથા પરિવારના લોકો સાથે પસાર થશે. સમાન વિચારધારાના લોકો સાથે પણ થોડો સમય પસાર કરવો તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.
નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને સાચવીને રાખો. આ સમયે કોઇપણ જોખમ કે ખતરો ઉઠાવવાની કોશિશ ન કરો. યાત્રામાં કારણ વિના ખર્ચ થવાની શક્યતા છે. કોઇ પારિવારિક સભ્યના લગ્નને લગતી કોઇ મુશ્કેલી આવી શકે છે.
વ્યવસાયઃ- કોઇપણ વ્યપારિક નિર્ણય લેવો ફાયદાકારક સાબિત થશે.
લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે, વિધ્નો દૂર થશે. તમે માનસિક શાંતિને વધારે મહત્ત્વ આપશો. ટીમ વર્કમાં તમારું યોગ્ય પ્રદર્શન રહેશે.
નેગેટિવઃ- પારિવારિક ધન, સંપત્તિને લઇને વિવાદ થઇ શકે છે. કોઇ મનગમતુ કાર્ય ન બનવાથી થોડું ચીડિયાપણું રહેશે. મહિલાઓને ઘરેલુ વ્યવસ્થા જાળવી રાખવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાય કે ઓફિસમાં ટીમ વર્ક જાળવીને કામ કરવું.
લવઃ- જીવનસાથી સાથે પારિવારિક મામલાઓને લઇને વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની નકરાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થશે.