Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં ગત 22મીએ ફૂંકાયેલા મિનિ વાવાઝોડામાં કિસાનપરા ચોક અને જાગનાથ-41માં બે મહાકાય હોર્ડિંગ ધરાશાયી થઇ ગયા હતા અને સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી. આ ઘટનાના પગલે મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે શહેરના તમામ હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા 73 એજન્સીને નોટિસ આપી હતી જેમાં આ એજન્સીઓએ 622માંથી 310 હોર્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા છે. જ્યારે બાકીના 312 હોર્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો ઇનકાર કરી દીધો છે.


રાજકોટ મહાનગરપાલીકાના એસ્ટેટ શાખાના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં અલગ-અલગ સ્થળે 622 જેટલા હોર્ડિંગ મુકાયેલા છે. મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસામાં આ હોર્ડિંગ્સ સંદર્ભે એજન્સીઓને નોટિસ આપી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા જણાવે છે.

આમ છતાં રાજકીય ઓથ ધરાવતી એજન્સીઓ મનપાના અધિકારીઓને ગાંઠતી ન હતી અને મોતના માંચડા સમાન હોર્ડિંગ્સ માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આપતી ન હતી, પરંતુ ગત 22મીએ મિનિ વાવાઝોડામાં બે હોર્ડિંગ ધરાશાયી થતા મહાનગરપાલિકાએ ફરી સરવે કરી 73 એજન્સીને 622 સાઇટ માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. આ એજન્સીઓએ 310 સાઇટ પરના હોર્ડિંગ્સ માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરી દીધા છે જ્યારે બાકીના 312 હોર્ડિંગ માટે એજન્સીઓ મનમાની કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો ઇનકાર કરી દીધો છે.