અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓમાં ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની માગ ઝડપથી વધી છે. હવે અહીં ટેક્નો એક્સપર્ટ્સથી વધુ ફાઇનાન્સના જાણકારોને નોકરી પર રખાય છે. કોરોના બાદ આ કંપનીઓ તેમનો બિઝનેસ ટ્રેક પર લાવવા ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની ભરતી કરી રહી છે.
આ કંપનીઓએ છેલ્લાં 2 વર્ષમાં માત્ર 13% ટેક એક્સપર્ટ્સને હાયર કર્યા, જેની સામે આ કંપનીઓમાં 27% ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સને નોકરી મળી. ઉબેર અને લીફ માટે કામ કરી ચૂકેલા યુનિવર્સિટી ઑફ શિકાગોના પ્રોફેસર જોન લિસ્ટે કહ્યું કે ખાનગી કંપનીઓમાં નોકરીનો અર્થ પહેલાં રિસર્ચને સંપૂર્ણપણે ભૂલી જવું હતું, હવે કામનો હિસ્સો છે. સિલિકોન વૅલીની કંપનીઓ માર્કેટિંગના પ્લાનિંગ, માર્કેટમાં પ્રોડક્ટ લૉન્ચ કરવાની રણનીતિ ઘડવા તથા કિંમત નક્કી કરવા ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની મદદ લઇ રહી છે.
ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સ હાયર કરવામાં અમેઝોન સૌથી આગળ છે. તેણે 400 ફુલ ટાઇમ ફાઈનાન્સિયલ એક્સપર્ટની ભરતી કરી છે, જેમાંથી મોટા ભાગના પાસે પીએચ.ડી.ની ડિગ્રી છે. તેઓ ઓનલાઇન માર્કેટ પર રિસર્ચ કરીને કંપનીની માર્કેટિંગ પોલિસી ઘડે છે. અમેઝોન પછી ઉબેરનો નંબર આવે છે.