Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈરાનમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા મોંઘવારી વિરોધી પ્રદર્શનો વચ્ચે ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી છે. CNNના રિપોર્ટ અનુસાર દેશભરના 100થી વધુ શહેરોમાં પ્રદર્શનો ફેલાઈ ચૂક્યા છે.


લોકો 'આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે' ના નારા લગાવી રહ્યા હતા. હાલમાં દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઈરાનની સરકારી એજન્સી ફાર્સ અનુસાર તેહરાનમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહેલા એક પોલીસ અધિકારીની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી.

હિંસામાં અત્યાર સુધીમાં 45 લોકોના મોત

દેશના બીજા સૌથી મોટા શહેર મશહદમાં પ્રદર્શનકારીઓએ દેશનો રાષ્ટ્રીય ધ્વજ ફાડી નાખ્યો. અમેરિકી હ્યુમન રાઈટ્સ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકો માર્યા ગયા છે, જ્યારે 2,270થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ પ્રદર્શન દેશના નિર્વાસિત યુવરાજ રઝા પહેલવીની અપીલ બાદ તેજ બન્યું. રઝા પહેલવી ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રઝા પહેલવીના પુત્ર છે. તેમના પિતાને 1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. યુવરાજ પહેલવી હાલમાં અમેરિકામાં રહી રહ્યા છે.