Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ અમેરિકા ફરવા ગયાની તસ્કરોને ભનક લાગી જતાં પ્રાંતિજના વાઘપુર સ્થિત નિવાસી શાળા સંકુલમાં સાંસદના ઘરમાં ત્રાટકીને 6 કિલો ચાંદી 7 તોલા સોનાના દાગીના અને 1 લાખ જેટલી રોકડ મળી કુલ રૂ.8.70 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગામમાં રહેતા તેમના પુત્ર ત્રણેક દિવસ બાદ નિવાસી શાળા સંકુલમાં આવતા તૂટેલા તાળાં પર નજર પડતાં ચોરીની ખબર પડી હતી. જો કે શિક્ષકોને આ મામલે કંઈ ખબર ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વાવાઝોડામાં સીસીટીવી સિસ્ટમને નુકસાન થતાં કેમેરા બંધ હોવાનું પોલીસ જણાવી રહી છે.


સાંસદ અમેરિકાના પ્રવાસે ગયા હતા
પ્રાંતિજના ભાગપુરમાં રહેતા રણજીતસિંહ દીપસિંહ રાઠોડ વાઘપુરમાં આવેલ નિવાસ શાળામાં ટ્રસ્ટી છે તેમના પિતા અને સાંસદ દીપસિંહ શંકરસિંહ રાઠોડ જે નિવાસ શાળામાં બનાવેલ મકાનમાં રહે છે. તા.12-04-23 ના રોજ સાંસદ અમેરિકાના પ્રવાસે ગયા હતા. રણજીતસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર તા.17-04-23 ના રોજ ભાગપુરમાં હવન રાખેલ હોય ચીજવસ્તુ લેવા તેમના પિતાના મકાનનો દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ તા. 20-04-23 ના રોજ રણજીતસિંહ રાઠોડ બપોરે બારેક વાગ્યાના સુમારે નિવાસ શાળામાં આવતા તેમના પિતાના ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું જેથી અંદર તપાસ કરતાં બધો સામાન વેરવિખેર અને લોખંડની તિજોરીઓ ખુલ્લી જોવા મળી હતી.