Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટનમાં ખાલિસ્તાનવાદીઓએ ગુજરાતીઓ પ્રત્યે દ્વેષ વ્યક્ત કર્યો હતો. લંડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં લંડનમાં ગુરુદ્વારાના દર્શને આવેલા એક ગુજરાતી સાથે એક ખાલિસ્તાની અપમાનજનક વર્તન કરતો જોવા મળે છે. વીડિયોમાં ખાલિસ્તાનવાદી ગુજરાતી વ્યક્તિને ધમકી આપતા કહે છે કે ‘તમારા લોકોએ અહીં દેખાવું જોઈએ નહીં. જો લંગરમાં જમવું હોય તો ચૂપચાપ જમીને જતા રહો. બધા જ ગુજરાતીઓને કહેજો કે આ વખતે જો લડાઈ શરૂ થશે તો ગુજરાતમાં તમારા ઘરે આવીને લડીશું.’ અહેવાલો અનુસાર વીડિયોમાં ધમકી આપના શખ્સની ઓળખ દલ ખાલસા યુકેના સભ્ય ગુરચરણ સિંહ તરીકે થઈ છે. તે ખાલિસ્તાન તરફી સંગઠનનો સક્રિય સભ્ય છે અને અવારનવાર ભારતનો વિરોધ કરતાં જોવા મળે છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા ખાલિસ્તાનવાદીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસના કાર્યાલય પર તિરંગો ઉતારીને ખાલિસ્તાની ઝંડો ફરકાવી દીધો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બાદમાં ભારતીયો દ્વારા દૂતાવાસ પર વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.