Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં વેચાયેલાં કુલ વાહનોમાંથી 70% વાહન ટુ-વ્હીલર્સ છે. જો તેમાં થ્રી-વ્હીલર્સ અને ઓટોને પણ જોડીએ તો આ સંખ્યા 10માંથી 8 એટલે કે 80% થઇ જશે. ભારત હવે ઝડપી ગતિએ ઇવી તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં રજિસ્ટર્ડ કુલ ઇવીમાંથી 92% ટુ-વ્હીલર્સ-થ્રી-વ્હીલર્સ વાહન છે. એટલે કે ઇલેક્ટ્રિક કારની સંખ્યા ખૂબ ઓછી છે.


માર્કેટ પર રિસર્ચ કરનારી સંસ્થા કાઉન્ટરપોઇન્ટ અનુસાર ભારતમાં 2022માં કુલ 16 લાખ થ્રી-વ્હીલર્સમાંથી 40% ઇ-રિક્ષાનું વેચાણ થયું હતું. અનુમાન છે કે આ દાયકાના અંત સુધી વાર્ષિક થ્રી-વ્હીલર્સના વેચાણમાં ઇ-રિક્ષા 95% સુધી હોય શકે છે. મોટા ભાગનાં નાના શહેરોમાં ઇવીનું વેચાણ થઇ રહ્યું છે, જ્યાં જાહેર પરિવહનની સ્થિતિ સારી નથી. ઇવીના વધતા વેચાણનું કારણ સંસ્થાઓ સરકારી સબસિડી માની રહી છે.

મહત્તમ રાજ્યની સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપે છે. 2013માં કોંગ્રેસની સરકારે ઇવીનાં વેચાણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તર પર પહેલી યોજના - નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન શરૂ કરી હતી. બે વર્ષ બાદ ભાજપ સરકારે આ યોજનાનું વિસ્તરણ કર્યું અને વર્ષ 2019માં તેનો બીજો તબક્કો શરૂ કર્યો હતો.