ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતે જોરદાર રમત બતાવી છે. શુક્રવારે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમે 3 વિકેટના નુકસાન પર 231 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયા હજુ પણ 125 રન પાછળ છે.
સરફરાઝ ખાને 70 રને અણનમ પરત ફર્યો હતો. દિવસના છેલ્લા બોલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. તે વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે ગ્લેન ફિલિપ્સની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. કોહલી અને સરફરાઝ વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપ થઈ હતી. કોહલી 70, રોહિત શર્મા 52 અને યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને આઉટ થયા હતા. એજાઝ પટેલે 2 અને ગ્લેન ફિલિપ્સે 1 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 402 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે 356 રનની લીડ મેળવી હતી. ભારત પહેલી ઇનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 3 મેચની સિરીઝની પહેલી મેચના બીજા દિવસે, ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યું. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રમાઈ શકી ન હતી.