Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને સરકારે પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે નિયમ બનાવશે કે તે ડિજિટલ નાગરિકોને નુકસાન ન પહોંચાડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં આધુનિકીકરણના મામલે ભારતની સફર પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ઇન્ટરનેટ પર ગુનાખોરીમાં ખૂબ જ વધારો થયો છે.

આપણે ડિજિટલ નાગરિકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસને સફળ થવા નહીં દઇએ. 85 કરોડ ભારતીય ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે 2025 સુધી 120 કરોડ પર પહોંચવાની આશા છે. આઇટી મંત્રીએ કહ્યું કે એઆઇના ખતરાથી ડરવાની જરૂર નથી. આગામી કેટલાંક વર્ષોમાં નોકરી ગુમાવવાનો ડર પણ નિરાધાર છે. અત્યારે, એઆઇને કારણે નોકરી પર કોઇ ખતરો નથી.

સંસદમાં ટૂંક સમયમાં ડેટા પ્રોટેક્શન બિલ રજૂ થશે
ડૉકિંગ (ખોટા હેતુથી અથવા કોઇની અનુમતિ વગર ઇન્ટરનેટ પર વ્યક્તિઓની ખાનગી જાણકારી પોસ્ટ કરવી) જેવા ગુના વધ્યા છે, કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે વધુ સારી રીતે કામ કરવું પડશે, તે અંગે પહેલ કરવી પડશે. કૌશલ્ય વિકાસ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ચંદ્રશેખરે કહ્યું કે આ મહિને જ ડિજિટલ ઇન્ડિયા બિલ પર ચર્ચા-વિચારણા શરૂ કરાશે. નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ ટૂંક સમયમાં સંસદમાં રજૂ થશે.