Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કાશ્મીરમાં શાંતિનો માર્ગ મોકળો થતો દેખાય છે. ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી પડી છે. સૌથી મોટો સફાયો ભાગલાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સનો થયો છે. એક સમય એવો પણ હતો જ્યારે હુર્રિયતના એક એલાન સાથે કાશ્મીર ખૂલતું અને બંધ થતું હતું. 2019ના પુલવામા હુમલા બાદ સરકારે ભાગલાવાદી જૂથ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખી હતી.


પહેલાં અનેક ભાગલાવાદી નેતા પોલીસ સુરક્ષાદળ અને બુલેટપ્રૂફ ગાડીઓની મજા માણતા હતા પણ હુમલા બાદ સરકારે તે સુવિધા પાછી ખેંચી લીધી. શબ્બીર શાહ, નઈમ ખાન, યાસીન મલિક જેવા ડઝનેક ભગલાવાદીઓને જેલમાં કેદ કરાયા છે. યાસીન મલિકને ટેરર ફન્ડિંગ મામલે જન્મટીપની સજા ફટકારી છે. વધુ બે કેસમાં કેસ ચાલી રહ્યો છે.

આ ઉપરાંત ભાગલાવાદી નેતા આશિયા અંદ્રાબી પણ જેલમાં છે. હુર્રિયતને પક્ષપલટાનો સામનો કરવો પડ્યો છે. અનેક નેતા હુર્રિયત છોડી મુખ્યધારાના પક્ષોમાં જોડાઈ ગયા છે. તાજેતરમાં હુર્રિયતના સંસ્થાપકોમાં સામેલ અબ્બાસ અન્સારીના મોત બાદ આ સંગઠન લગભગ ખતમ થઇ ચૂક્યું છે.