માર્કેટ-કેપની દ્રષ્ટિએ, દેશની ટોપ-10 કંપનીઓમાંથી 7ને ગયા સપ્તાહે કુલ ₹62,279.74 કરોડનું નુકસાન થયું હતું. આ પૈકી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ટોપ લુઝર છે, જેનું માર્કેટ કેપ ₹38,495.79 કરોડ ઘટીને ₹16,32,577.99 થયું હતું. જોકે, કુલ માર્કેટ કેપની દ્રષ્ટિએ RIL હજુ પણ સૌથી મોટી કંપની છે.
આ સિવાય ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) અને ભારતી એરટેલ બજારમાં સૌથી વધુ ઘટ્યા હતા.
એચડીએફસી બેંક, ઈન્ફોસીસ અને બજાજ ફાઈનાન્સ ગયા સપ્તાહે માર્કેટમાં ટોપ ગેઈનર હતા. HDFC બેન્ક ઓગસ્ટના બીજા સપ્તાહમાં સૌથી મોટી ખોટ કરતી કંપની હતી, તેના માર્કેટ કેપમાં ₹25,011 કરોડના ઘટાડા સાથે ગયા સપ્તાહે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 500 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.