Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સોના-ચાંદીના ભાવમાં આજે (9 જાન્યુઆરી) તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,422 રૂપિયા વધીને 1,37,195 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે તે 1,35,773 રૂપિયા/10g પર હતો.


જ્યારે એક કિલો ચાંદીની કિંમત 4,168 રૂપિયા વધીને 2,39,994 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે તેની કિંમત 2,35,826 રૂપિયા પ્રતિ કિલો હતી.

આ પહેલા 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. જ્યારે ચાંદીની કિંમત 7 જાન્યુઆરીએ 2,48,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી, જે તેના ભાવનું અત્યાર સુધીનું સૌથી ઉચ્ચતમ સ્તર છે.

અલગ-અલગ શહેરોમાં રેટ્સ અલગ કેમ હોય છે?

IBJAની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન શામેલ હોતા નથી. તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરેન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે.

2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત 57,033 રૂપિયા (75%) વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું.
ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,44,403 રૂપિયા (167%) વધ્યો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે આ વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.