વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ યુપી વોરિયર્ઝને 9 વિકેટે હરાવ્યું. ટીમે 144 રનનો ટાર્ગેટ માત્ર 12.1 ઓવરમાં હાંસલ કરી લીધો. ઓપનર ગ્રેસ હેરિસે 40 બોલમાં 85 રન બનાવ્યા, જ્યારે સ્મૃતિ મંધાનાએ 47 રન બનાવ્યા.
સોમવારે નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં RCBએ બોલિંગ પસંદ કરી. યુપીએ 50 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, અહીંથી ડિયેન્ડ્રા ડોટિન અને દીપ્તિ શર્માએ 93 રનની પાર્ટનરશિપ કરીને ટીમને 143 સુધી પહોંચાડી દીધી. બેંગલુરુ તરફથી શ્રેયાંકા પાટીલ અને નદીન ડી ક્લર્કે 2-2 વિકેટ લીધી.
RCBને સતત બીજી જીત મળી, ટીમે પહેલા મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું હતું. જ્યારે યુપી વોરિયર્ઝને સતત બીજી હાર મળી, ટીમને પહેલા મુકાબલામાં ગુજરાત જાયન્ટ્સે 10 રનથી હરાવ્યું હતું. પોઈન્ટ્સ ટેબલ પર ગુજરાત પહેલા અને બેંગલુરુ બીજા નંબર પર છે.