Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દિલ્હી કેપિટલ્સને વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સિઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. તેને રવિવારે ગુજરાત જાયન્ટ્સે 4 રનના અંતરથી હરાવ્યું.


DY પાટીલ સ્ટેડિયમમાં 210 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી દિલ્હી 20 ઓવરમાં 5 વિકેટે 205 રન જ બનાવી શકી. લૌરા વોલ્વાર્ટે 77 રન બનાવ્યા. લિઝેલ લીએ 86 રનની ઇનિંગ રમી. સોફી ડિવાઇન અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ ઝડપી.

ગુજરાત જાયન્ટ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 209 રન બનાવ્યા, જે ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. ઓપનર સોફી ડિવાઇને માત્ર 42 બોલમાં 95 રન બનાવ્યા. કેપ્ટન એશ્લે ગાર્ડનરે 49 રન બનાવ્યા. દિલ્હી તરફથી નંદની શર્માએ હેટ્રિક સહિત 5 વિકેટ લીધી. શ્રી ચરણી અને શિનેલ હેનરીને 2-2 વિકેટ મળી.