રાજકોટના રેસકોર્સ મેદાન પર સાતમ-આઠમના તહેવાર પર યોજાતો સૌરાષ્ટ્રભરના લોકપ્રિય મેળાનું આગામી તા.5થી પ્રારંભ થઇ રહ્યો છે. રસરંગના નામથી યોજાનાર લોકમેળાનો આનંદ લેવા સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઊમટી પડતા હોય છે. લોકોની વચ્ચે વાહનો પણ પસાર થતા હોય ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે વાહન વ્યવહાર સરળ બને, અકસ્માતના બનાવો ન બને તેમજ લોકો મેળાનો આનંદ લઇ શકે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જેમાં તા.5થી તા.9 એમ પાંચ દિવસ માટે રેસકોર્સ રિંગ રોડ ફરતે મેળો શરૂ થાય ત્યારથી અને પૂરો થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. આ જાહેરનામામાં પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને મુક્તિ આપવામાં આવી છે.