Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણી ઉદ્યાનમાં કુદરતી વાતાવરણ વચ્ચે રહેલા પ્રાણી, પક્ષી અને સરીસૃપોને જોવા અનેક લોકો જાય છે અને લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. તેવામાં એકસાથે નવા 10 પ્રજાતિના 28 પ્રાણી અને સરીસૃપો ઉમેરીને શહેરીજનોને નવું નજરાણું આપ્યું છે.


રાજકોટ ઝૂએ મેંગલોરના પીલીકુલા બાયોલોજિક પાર્કને 7 પ્રજાતિના 18 જીવો આપીને તેની સામે 9 પ્રજાતિના 29 જીવ મેળવ્યા છે જ્યારે પુનાના રાજીવ ગાંધી ઝૂને વરુ આપીને ઝરખ મેળવ્યું છે. નવા જીવો અલગ અલગ ખૂબી ધરાવે છે. સામાન્ય રીતે સાપ ઈંડાં આપતા હોય છે પણ વ્હિટકેર બોઆ પ્રજાતિના સાપ બચ્ચાંને જન્મ આપે છે. જ્યારે પામ સિવેટ કેટ નામની બિલાડી તાડના ઊંચા વૃક્ષો પર રહે છે અને તાડીનો રસ, ફળો અને પક્ષીઓ તેનો ખોરાક છે.

ભારતીય જંગલી શ્વાન કેને ધોલ તરીકે ઓળખાય છે તે સમગ્ર રાજ્યમાં ફક્ત સક્કરબાગ ઝૂમાં જોવા મળતા પણ હવે 2 માદા અને 2 નર સહિતની બે પુખ્ત જોડી રાજકોટમાં પણ જોવા મળશે આ બે જોડી મેળવવા રાજકોટ ઝૂએ એક સિંહણ આપી છે. આ તમામ નવા પ્રાણીઓ હાલ થોડા સમય માટે ક્વોરન્ટાઈન ઝોનમાં રહેશે રાજકોટનું વાતાવરણ માફક આવ્યા બાદ તેમને લોકોને નિહાળવા માટે બહારના પીંજરામાં લવાશે. વિનિમયમાં પ્રજાતિ અને પ્રાણીની સંખ્યા વધતા રાજકોટ ઝૂમાં હવે 67 પ્રજાતિના 539 વન્યપ્રાણી, પક્ષી અને સરીસૃપો છે.