Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ડેમોક્રેટિક કેમ્પમાં અટકળો શરૂ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનને વધતી જતી ઉંમર, દેશમાં નોકરીમાં નકારાત્મક વૃદ્ધિદર અને ડેમોક્રેટિક મતદારોનો ઘટતો વિશ્વાસ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાઈડેને જાહેરાત કરી છે કે તેઓ ફરીથી ચૂંટણી લડશે. તેમની મંજૂરી રેટિંગ 35% પર રહે છે, જે 2019માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બરાબર છે. આ તમામ બાબતોને જોતાં ડેમોક્રેટિક કૉકસ લીડરશિપે બાઈડેનના વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. જેમાં વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસનો દાવો નબળો પડતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત, બાઈડેનના વિકલ્પ તરીકે 3 નવા નામો સામે આવી રહ્યાં છે.

ડેમોક્રેટિક કોકસ લીડરશિપે બાઈડેનનો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. આ રેસમાં ત્રણ નામો સામે આવી રહ્યાં છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ, મિશિગનના ગવર્નર ગ્રેટચેન વ્હાઇટમર અને ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બુટ્ટીગીગ. ન્યૂસમ સૌથી આગળ છે. તેમણે પોતાને બાઈડેનના વિકલ્પ તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં તેમણે ફ્લોરિડાના ગવર્નર અને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર રોન ડીસેન્ટિસ સાથે ખુલ્લી ચર્ચા કરી હતી