માણાવદર તાલુકાના મટીયાણા ગામના 50 વર્ષીય અશોકભાઈ મૂળજીભાઈ ચૌહાણ નામનાં પ્રૌઢ ગામમાં રહેતાં પ્રભાશંકરભાઇ જમનાદાસ છેલાવડાના મકાનમાં કલર કામ કરતા હતા ત્યારે અકસ્માતે પડી જવાથી અશોકભાઈનું માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું. જયારે મેંદરડા તાલુકાના નાગલપુર ગામના મોતીબેન સવદાસભાઈ કંડોરીયા નામના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાઈ જવાથી મોત થયું હતું. વૃદ્ધાના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ ધરી છે.