ઈન્ટરનેટના ઉપયોગનો અભ્યાસ કરનારા નિષ્ણાતો જણાવે છે કે સોશિયલ મીડિયા પરની માહિતી એક ચુંબકીય આકર્ષણ ઉત્પન્ન કરે છે. જેના કારણે લોકો સોશિયલ મીડિયાના બંધાણી બની રહ્યા છે.યુઝર્સ સોશિયલ મીડિયા પરની દરેક માહિતીને પોતાના વિશેની માહિતી સાથે સરખાવે છે. તેઓ એ જાણવા ઉત્સુક છે કે તેઓ સમાજમાં કયા સ્તરે ફિટ થઈ શકે છે.
વેસ્ટ હાર્ટફોર્ડ, કનેક્ટિકટના મનોવિજ્ઞાની ડેવિડ ગ્રીનફિલ્ડનું કહેવું છે કે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓમાં ઈનામ મળવાની આશા પણ જગાવે છે. જો કે, આ ક્યારે થશે તે અણધારી છે. સોશિયલ મીડિયાના વ્યસની બનવાનું સૌથી અગત્યનું અને સામાન્ય કારણ એ છે કે તે અન્ય લોકો સાથે જોડાવા માટે એક સરસ રીત છે. માણસ તરીકે આપણે કુદરતી રીતે સામાજિક છીએ. આપણા શારીરિક, ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે સામાજિક જોડાણો પણ મહત્ત્વપૂર્ણ છે.