Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની ટેલિકોમ્યુનિકેશન પ્રદાતા કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એપ્રિલ મહિના દરમિયાન ગ્રાહક અનુભવને સન્માનિત કરવા અને વધારવા માટે ગ્રાહક સેવા માહ તરીકે ઉજવી રહ્યું છે. "Connecting with Care" ની થીમ સાથે, BSNL દેશભરના લાખો લોકોને વિશ્વસનીય, પ્રભાવી સેવા પહોંચાડવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અંતર્ગત સંપૂર્ણ એપ્રિલ મહિના દરમિયાન ગ્રાહકો સાથે સીધો સંપર્ક વધારવા, તેમના પ્રતિભાવ સાંભળવા અને સેવાઓમાં શ્રેષ્ઠતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત છે. આ પ્રસંગે, 2 એપ્રિલના રોજ BSNL અધિકારીઓએ શપથ લીધા હતા અને વિવિધ ઓપરેશનલ અને બિઝનેસ ક્ષેત્રોમાં શરૂઆતની બેઠકો યોજી હતી. ગુજરાત BSNLના ચીફ જનરલ મેનેજર સંદીપ સાવરકરે જણાવ્યું હતું કે, ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કરવા અને BSNL સાથે કસ્ટમરનું પરસ્પર જોડાણ કરવા માટે ગ્રાહક સેવા માહ એ આભાર વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. 'Connecting with Care' એ ફક્ત એક થીમ નથી - તે અમારી કામ કરવાની રીત છે. પછી તે પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવાનું હોય, નેટવર્કનું વિસ્તરણ કરવાનું હોય, અથવા વ્યક્તિગત સપોર્ટ ઓફર કરવાનું હોય, અમે જે કંઈ કરીએ છીએ તેના કેન્દ્રમાં અમારા ગ્રાહકો હોય છે.

BSNL પોતાના બધા જ ગ્રાહકોને અનુરોધ કરે છે કે, તેઓ પોતાની સમસ્યા BSNL કેન્દ્રો પર લઈને જાય અને BSNLની નવી ટેકનોલોજીનો લાભ લે. ગ્રાહકો તેમની ફરિયાદો કે સૂચનો https://cfp.bsnl.co.in પર શેર કરી શકે છે.