શાપર-વેરાવળ ફેક્ટરીમાં કામ કરતી વખતે લોખંડનો ટુકડો ગળા પર લાગતા ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું. શાપર-વેરાવળમાં રહેતા અને સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો ઉત્તર પ્રદેશનો વતની પુષ્પેન્દ્ર કલુભાઇ શ્રીવાસ્તવ (ઉ.વ.26) સોમવારે કારખાનામાં કામ કરતો હતો ત્યારે લોખંડનો ટુકડો છટકીને પુષ્પેન્દ્રના ગળા પર લાગતા તે બેભાન થઇ ગયો હતો. ઘટનાને પગલે અન્ય શ્રમિકો એકઠા થઇ ગયા હતા અને યુવકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. પુષ્પેન્દ્ર બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. બનાવ અંગે પોલીસે ફેક્ટરી માલિકના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહીકરી હતી.