કોરોનાકાળ પછીથી ડિજિટલ નોમેડિઝમનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ એક એવી લાઇફસ્ટાઇલ છે જેમાં લોકો દુનિયાભરમાં અલગ-અલગ, સામાન્ય રીતે સસ્તાં સ્થળોનો પ્રવાસ કરવા અને રહેવાની સાથે દૂરથી કામ કરી શકવાનો ફાયદો લે છે.
આ લાઇફટાઇમથી ઘણા અણધાર્યા લાભો પણ મળી શકે છે. ક્યાંયથી પણ કામ કરવાની સ્વતંત્રતાથી પારંપરિક 9થી 5ની દિનચર્યાથી છુટકારો મળી જાય છે. આ લાઇફસ્ટાઇલ વિવિધ સંસ્કૃતિઓ, દૃષ્ટિકોણો અને જીવનની રીતોથી પરિચિત કરાવી વ્યક્તિગત વિકાસને પણ પ્રોત્સાહિત કરે છે. ડિજિટલ નોમેડ તરીકે એક વર્ષ વીત્યા પછી 28 વર્ષની વાયિન કોકે જણાવ્યું કે ભલે આ એકલું અને પડકારરૂપ હતું, પણ તેણે મને શીખવ્યું કે હકીકતમાં મારા માટે શું મહત્ત્વનું છે.
ડિજિટલ નોમેડ રૂપે મેં જે સમય વિતાવ્યો તે મારા જીવનના સૌથી સમૃદ્ધ વર્ષોમાંથી એક હતો. મેં મારા વિશે ઘણું બધુ શીખ્યું. એકલા રહેવાથી મારો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. મને અહેસાસ થયો કે હું મજબૂત થઈ શકું છું અને અન્યો પર ઓછો વિશ્વાસ કરી શકું છું. મેં હકીકતમાં મારી કંપનીનો આનંદ લીધો.
આ આખા અનુભવે જીવન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલી દીધો છે. ડિજિટલ નોમેડિઝમ પ્રત્યે ન માત્ર સિંગલ, પરંતુ પરિવારવાળા અને સેવાનિવૃત્ત લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે. એક સર્વેક્ષણમાં 1.7 કરોડથી વધુ અમેરિકી ડિજિટલ નોમેડ તરીકે ઓળખાયા.