આ તસવીર 51 શક્તિપીઠો પૈકી એક હિંગળાજ માતાની વાર્ષિક યાત્રાની છે. હિંગળાજ માતાનુ મંદિર પાકિસ્તાનના બ્લૂચિસ્તાન પ્રાંતના લસબેલા જિલ્લાના હિંગોલ નેશનલ પાર્કમાં છે. હિંગળાજ માતાના મંદિર જતા પહેલા રેતીના જવાળામુખીના દર્શન કરવાની માન્યતા છે.
રવિવારના દિવસ સુધી એક લાખ કરતા વધુ હિન્દુ ભક્તોએ આ જવાળામુખીના દર્શન કર્યા છે. અહીં રેતી પર જવાળામુખીના ખાડા (ક્રેટર) છે. જેને ચંદ્રગુપ 1,2,3 કહેવામાં આવે છે. ચંદ્રગુપ -1 આશરે 300 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે. તેમાં વિશેષ રેતી દેખાય છે.
અહીં આવતા શ્રદ્ધાળુઓ તેમની ઇચ્છા પૂર્ણ થયા બાદ તેમા ફૂલ અને શ્રીફળ ચઢાવે છે. ત્યારબાદ હિંગોલ નદીમાં પવિત્ર સ્નાન બાદ આગળ હિંગળાજ માતાના દર્શન માટે પહોંચે છે. પાકિસ્તાનમાં 44 લાખ હિન્દુ લોકો છે. જે દેશની કુલ વસ્તીના 2.14 ટકા સમાન છે.