Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જ્યાં GMDC ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ રૂપિયા 651 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ રાણીપમાં જાહેરસભાને સંબોધશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી ગુરુવારે અમદાવાદ આવી રહ્યાં છે. સવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે 4.30 વાગ્યે રૂ. 651 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. શહેરના રાણીપ વિસ્તારમાં સરદાર ચોક ખાતે જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ક્રિકેટ બોક્સ સોલા સીમ્સ બ્રિજ નીચે બનાવવામાં આવ્યું છે.

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના પાણી, રોડ, બ્રિજ સહિતનાં પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા રૂ. 570 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આગામી 23 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. 529.94 કરોડના પ્રજાલક્ષી 25 કામો છે. સિમ્સ બ્રિજ નીચે રમતગમત સંકુલ, જોધપુરમાં વેજલપુર ટીપી સ્કીમ નં.4માં નવો કોમ્યુનિટી હોલ, સાબરમતી ચેનપૂર અંડરપાસ, મક્તમપુરા વોર્ડમાં કોમ્યુનીટી હોલ તથા પાર્ટી પ્લોટ, બોડકદેવ માનસી સર્કલ પાસે વેજીટેબલ માર્કેટનો સમાવેશ થાય છે.