શહેરમાં આજીડેમ ચોકડી પાસેના માંડા ડુંગર નજીક પીઠડઆઇ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનના ધંધાર્થીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આજીડેમ પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, પીઠડઆઇ સોસાયટીમાં રહેતા કમલેશભાઇ પાંચાભાઇ ધોરાળિયા (ઉ.વ.28)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા જમાદાર હેંમતભાઇ સહિતના સ્ટાફે તપાસ કરતા કમલેશભાઇ બે ભાઇ અને બે બહેનોમાં મોટા હોવાનું અને ઇમિટેશનનો વેપાર કરતા અને બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હોવાનું અને સંતાન ન હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.