રશિયાના હુમલાને પગલે નાટો દેશોએ યુક્રેનને મદદ વધારી દીધી છે. યુક્રેને કહ્યું છે કે અમને જર્મની પાસેથી આઈરિસ ટી એસએલએમ એર ડિફેન્સ સિસ્ટમ મળી ગઇ છે. તેમાં ચાર સિસ્ટમ મળી છે.
એવો દાવો કરાઇ રહ્યો છે કે, આ અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે, જેનો ઉપયોગ હજુ સુધી નથી થયો. તે હુમલો કરતા વિમાન, હેલિકોપ્ટર, ક્રૂઝ મિસાઇલ કે રોકેટથી બચવા મિસાઇલ ઝૂકે છે. આવી એક સિસ્ટમથી મધ્યમ આકારના એક શહેરની સુરક્ષા કરી શકાય છે. એસએલએમ 20 કિલોમીટરની ઊંચાઇ અને 40 કિલોમીટર દૂર સુધી કોઇ પણ લક્ષ્યને નિશાન બનાવી શકે છે.
રશિયાના હુમલા નાકામ કરવા આ સિસ્ટમ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. આ પહેલાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં 50 દેશના સંરક્ષણ અધિકારીની પણ બેઠક યોજાઇ હતી, જેમાં યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ આપવા અંગે ચર્ચા થઇ હતી.