Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હવે પાકિસ્તાનનું રાજકારણ નવા આર્મી ચીફની નિમણૂકને લઈને ગરમાયું છે. જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થશે. પાક. સરકાર ટોચના સ્તરે બેઠક યોજી રહી છે. પીએમ શાહબાઝ નાટકીય રીતે ઈજિપ્તથી પાક. પાછા ન ફરી કતાર જઈને ફ્લાઈટમાં સીધા લંડન પહોંચી ગયા.


જોકે તેમણે ઈજિપ્તથી પાક. પરત ફરવા અંગે ટવીટ પણ કરી હતી. લંડનમાં શરીફ પરિવારના દરેક સભ્યો એકઠાં થયા છે.નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ પહેલાથી જ લંડનમાં હતા. રાજકીય નિષ્ણાત મતીન હૈદરે કહ્યું કે નવા આર્મી ચીફનું નામ નક્કી કરવા અંગે નવાઝ દખલ કરવા માગે છે. તેનાથી તેમના બે હિત જોડાયેલા છે. પ્રથમ - પોતાની ટૂંક સમયમાં પાક. વાપસી અને બીજો- ઈમરાનના રાજકીય હુમલાથી સુરક્ષાચક્ર બનાવવો.

પાક. આર્મીની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ(ISPR)એ જનરલ બાજવાના સેવા વિસ્તારની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. ISPRએ સિયાલકોટ અને મંગલા ગેરિસન પહોંચેલા જનરલ બાજવાનો ફોટો જાહેર કર્યો હતો. ISPRએ કહ્યું કે આ બાજવાની ફેરવેલ પાર્ટી હતી.

બાજવા બાદ આર્મી ચીફ બનવાની રેસમાં લે.જનરલ આસીમ મુનીર સૌથી વરિષ્ઠ છે. મુનીર વર્તમાન આર્મી ચીફ બાજવાના નજીકના છે. મુનીર આઈએસઆઈ ચીફ પણ રહી ચૂક્યા છે પણ તત્કાલીન પીએમ ઈમરાન ખાનની નાપસંદને લીધે મુનીરને 8 મહિનામાં હટાવી દેવાયા હતા.

Recommended