Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કઠોળના ભાવને કાબૂમાં રાખવા માટે વેપારીઓએ કઠોળ-અનાજની જેમ હવેથી તુવેરદાળનું પણ ફરજિયાત રાજ્ય સરકારના પોર્ટલ પર નોંધણી કરવા રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગે આદેશ કર્યા છે. એટલું જ નહિ નોંધણીની સાથે વેપારીઓએ દર શુક્રવારે તેમની પાસે રહેલા કઠોળ, તુવેરદાળ, અડદદાળના જથ્થાની વિગતો મેટ્રિક ટનમાં જાહેર કરવી પડશે. કઠોળ, તુવેરદાળ, અડદદાળ તેમજ અન્ય દાળના હોલસેલર, રીટેઇલર, બિગ ચેઇન રીટેઇલર, મિલર્સ, ઇમ્પોર્ટસ સહિતના વેપારીઓએ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવ્યું છે. પુરવઠા તંત્રે લાખો ગરીબ કાર્ડ હોલ્ડરો માટે 100 ટકા ફાળવેલા તુવેરદાળનો જથ્થો માત્ર 50 ટકા જ દુકાનોમાં પહોંચતા મામલો ગરમાયો હતો. જેથી નોંધણી કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.

જો સહભાગી માલિક છે તો તેણે નોંધણી પ્રમાણપત્રની નકલ, સહભાગી ભાગીદારી પેઢી છે તો ભાગીદારીની ખતની નકલ, સહકારી મંડળી છે તો સહકારી મંડળીનું નોંધણી પ્રમાણપત્ર, રજિસ્ટર્ડ કંપની હોય તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસો. અને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, પાનકાર્ડની નકલ, જીએસટી નોંધણીનું પ્રમાણપત્ર, ઉત્પાદનનો ઉલ્લેખ કરતા લાઇસન્સની નકલ સહિતના દસ્તાવેજો વેપારીએ બે દિવસમાં જિલ્લા પુરવઠા વિભાગની કચેરીએ રજૂ કરવા પડશે.