વિદેશમાં નોકરી મેળવવા માટે ઇચ્છુક લોકોની નબળાઇનો ફાયદો ઉઠાવવા માટે ભારતમાં પણ માનવ તસ્કરી સાથે સંબંધિત એક આંતરરાષ્ટ્રીય સંગઠિત ગેંગ સક્રિય થયેલી છે. આ ગેંગનું નેટવર્ક દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં ફેલાયેલું છે. દેશનાં આઠ રાજ્યોની સ્પેશિયલ તપાસ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમાં સામેલ રહેલા ગેંગના સભ્યો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
આ ગેંગ ભારતના યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને લગભગ 6,406 કિમીના ડંકી રૂટ દ્વારા UAE, વિયેતનામ, લાઓસ અનેકમ્બોડિયા જેવા દેશોમાં મજૂરી માટે વેચે છે. ઘણા લોકોની તો હત્યા કરીને તેમનાં શરીરનાં અંગ પણ વેચી દેવામાં આવ્યાં છે. કેટલીક ગુપ્તચર એજન્સીઓને અહેવાલો મળ્યા છે કે આ ટોળકીએ એક વર્ષમાં 1.5 હજારથી વધુ લોકોને ડંટી રૂટ દ્વારા અન્ય દેશોમાં મોકલીને 1000 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે કમાણી કરી છે.
માનવ તસ્કરી ટોળકીની તપાસ દરમિયાન તપાસ એજન્સીઓને તેમના 6,406 કિલોમીટર લાંબા ડંકી રૂટ વિશે જાણવા મળ્યું છે. જે લોકો પાસે માન્ય દસ્તાવેજો નથી કે યોગ્ય શૈક્ષણિક લાયકાત નથી તેઓને સૌ પ્રથમ મણિપુરમાં મોરેહ નામના સ્થળે લઈ જવામાં આવે છે. અહીંથી તેઓને ગેરકાયદેસર રીતે ભારતીય સરહદ પાર કરીને મ્યાનમારના મંડલે અથવા પીતા વે લઈ જવામાં આવે છે. ત્યાંથી તેમને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવીને થાઈલેન્ડના માયસોટ નામના સ્થળે લઈ જવામાં આવે છે. થાઈલેન્ડથીકમ્બોડિયા બોર્ડર સુધીની 757 કિમીની સફર 2 થી 3 દિવસમાં કવર કરવામાં આવે છે. થાઈલેન્ડના નકલી પાસપોર્ટ પર ચમિયન ચેકપોસ્ટ પરથી ટુરિસ્ટ વિઝા મેળવવામાં આવે છે અને પછી તેમનેકમ્બોડિયામાં દાખલ કરવામાં આવે છે.કમ્બોડિયાથી વિયેતનામ સુધીની 587 કિમીની સફર એક દિવસમાં કવર કરવામાં આવે છે. ત્યાં વિયેતનામના નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને લોકોને ટૂરિસ્ટ વિઝા પર લાઓસ મોકલવામાં આવે છે.