સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકો પર જબરજસ્ત ખેંચતાણ બાદ આખરે સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે. જાતિગત સમીકરણ પ્રમાણે ચોર્યાસી બેઠકો પર સંદીપ દેસાઈ ફીટ થતા નથી. પરંતુ ભાજપના સિમ્બોલ ઉપર આ બેઠક સરળતાથી જીતી જાય તેમ છે.
સુરત શહેરના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલની કામગીરી પાંચ વર્ષ દરમિયાન એવી કોઈ વધુ ચર્ચામાં રહી ન હતી. પરંતુ એમને લઈને કોઈ મોટા વિવાદ પણ સામે આવ્યા ન હતા. કોરોનાકાળ દરમિયાન તેમણે પોતાના મત વિસ્તારના લોકોને વધુ મદદરૂપ થયા હતા. હર્ષ સંઘવીને શહેરમાં હર્ષ સંઘવીને બાદ કરતા માત્ર ઝંખના પટેલે પોતાના મતવિસ્તારના મજૂર વર્ગને ખાવાનું પહોંચી રહે તેના માટે સારી વ્યવસ્થા ઉભી કરી હતી. આ વિસ્તારના આજે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હતા. તેમની સાથે સંકલન ચાલુ કરીને રસોડા પણ શરૂ કર્યા હતા.