ઇઝરાયલે મંગળવારે લેબનોનની રાજધાની બેરૂત પર જવાબી હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને 74 લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયલની સેનાનો દાવો છે કે, ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના એક આતંકીને નિશાન બનાવવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, માર્યો ગયો આતંકી હિઝબુલ્લાહ કમાન્ડર હજ મોહસીન ઉર્ફે ફુઆદ શુકર હતો.
ઇઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે, તેના ફાઇટર પ્લેન્સે મંગળવારે બેરૂત વિસ્તારમાં ફુઆદને મારી નાખ્યો હતો. ઇઝરાયલની સેનાએ ફુઆદ વિશે દાવો કર્યો હતો કે તે ગોલાન હાઇટ્સ પર હુમલા માટે જવાબદાર હતો. હિઝબુલ્લાહ અથવા લેબનોન દ્વારા ફુઆદના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી.