Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડિજિટલ યુગમાં પ્લાસ્ટિક મનીનો ક્રેઝ ઝડપી વધી રહ્યો છે. દેશમાં શોર્ટ ટર્મ લોન દ્વારા ખરીદી કરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સર્વેક્ષણમાં સામેલ 50% થી વધુ લોકો ખરીદી માટે EMI કાર્ડ પસંદ કરે છે. ક્રેડિટ કાર્ડને 25% અને બાય નાઉ પે લેટર (BNPL) 10% દ્વારા પસંદ કરવામાં આવે છે.

હોમ ક્રેડિટ ઇન્ડિયાના વાર્ષિક કન્ઝ્યુમર સ્ટડી ‘કેવી રીતે ભારતીય લોન લે છે તે સર્વેના આધારે ટીયર 1 અને 2 શહેરોમાં કુલ ત્રણ ચતુર્થાંશથી વધુ લોન લેનારા 12થી 32 વર્ષ અને મિલેનિયલ્સ 32 થી 42 વર્ષની વચ્ચે ડિજિટલ લેન્ડિંગ વધી રહ્યું છે. હોમ ક્રેડિટ ઇન્ટરનેશનલએ એક નોન બેંક ફાઇનાન્સ સંસ્થા છે.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બિઝનેસ, રિનોવેશન માટે લોનનું ચલણ વધ્યું છે. સર્વેમાં સામેલ 75% થી વધુ લોકો લોન લેવા માટે ખૂબ જ સહજ છે. તેઓએ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, શોપિંગ તેમજ બિઝનેસ જરૂરિયાતો અથવા ઘરના રિનોવેશન માટે લોન લીધી છે., 60% થી વધુ લોકો ઈન્ટરનેટ બેન્કિંગ કરતાં મોબાઈલ બેન્કિંગ દ્વારા લોન મેળવવામાં વધુ સરળતા અનુભવે છે. જેમાં ઈન્દોર, જયપુર, સુરત જેવા ટિયર 2 શહેરોના યુવાનો મોટી સંખ્યામાં છે.,

સર્વેક્ષણ કરાયેલા 60% ક્રેડિટ ગ્રાહકોએ એમ્બેડેડ ફાઇનાન્સમાં રસ દર્શાવ્યો હતો. તેમનું કહેવું છે કે આની મદદથી ઈ-કોમર્સ શોપિંગને સરળ EMIમાં કન્વર્ટ કરી શકાય છે. તે ચૂકવવા માટે અનુકૂળ છે.

આ 16 શહેરોમાં સરવે કરવામાં આવ્યો
દિલ્હી-NCR, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, ભોપાલ, પટના, રાંચી, અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, જયપુર, લખનૌ, લુધિયાણા અને પુણે.

સેમ્પલ સાઇઝ: રૂ.30000ની સરેરાશ માસિક આવક ધરાવતા 18-55 વર્ષની વયના 1500 હોમ ક્રેડિટ ગ્રાહકો