રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા, જેને કારણે અનેક ઘરોમાં લાઈટ ગૂલ થઈ ગઈ હતી. PGVCL હેઠળનાં 11 તાલુકામા 716 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે તો 1,527 વીજ પોલ ડેમેજ થઈ ગયા છે, જેને રિસ્ટોર ત્યારે હવે PGVCLના મેનેજિંગ ડિરેક્ટર ફિટ કરવાના બાકી છે. પાવર સપ્લાય માટેના 76 TC ( ટ્રીમ કોઇલ) ડેમેજ થઈ ગયા છે. જેને લીધે લોકોને અંધારામાં જીવનનિર્વાહ ચલાવવો પડી રહ્યો છે. કલાકો સુધી લાઇટ વિના જીવતા પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજરોજ દરેક જગ્યાએ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવે તે માટેની સૂચનાઓ સાથે નિરીક્ષણ પણ કરવામાં આવેલું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 4 દિવસથી લગાતાર પડી રહેલ મુશળધાર વરસાદને લીધે જિલ્લામાં અનેક જગ્યાએ વીજ પોલ પડી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે ત્યારે PGVCLનાં મેનેજિંગ ડાયરેકટર પ્રીતિ શર્માએ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાની અમરેલી ગામે જ્યોતિગ્રામ ફીડર ફોલ્ટમાં હોય રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી. PGVCL સ્ટાફ અને કોન્ટ્રાક્ટરની ટીમો દ્વારા પોલ રિસ્ટોરેશન, વૃક્ષની નડતરરૂપ તૂટેલી ડાળીઓ દૂર કરવી અને તૂટેલા વીજ વાયરને સાંધી ફોલ્ટ રીપેરીંગની કરવામાં આવી રહેલ કામગીરીને નિહાળી હતી. આ સાથે જ વહેલી તકે ગામનો વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.