Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સોશિયલ મીડિયા પર આપણા પાડોશી દેશ પાકિસ્તાનનો એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખડખડાટ હસી રહ્યા છે. જોકે, આ વીડિયો પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ)નો છે, જ્યાં એક પાઇલટ પ્લેનની કોકપિટથી લઈને વિન્ડશીલ્ડને કપડાથી સાફ કરતો જોવા મળે છે. વાઇરલ થઈ રહેલા આ વીડિયો પર યૂઝર્સ વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરીને ખૂબ જ મોજ લઈ રહ્યા છે.

પાકિસ્તાનની સ્થિતિને ઉજાગર કરતા આ વીડિયોને જોઈને આશ્ચર્ય પામવું સ્વાભાવિક છે. ક્યારેક ત્યાંના લોકો અજીબોગરીબ હરકતો કરતા જોવા મળે છે, તો ક્યારેક મોલના ઓપનિંગ તારીખે જ લૂંટ મચાવી દે છે. હાલમાં એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જે પાકિસ્તાનની એરલાઈન્સની પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે આકાશમાં ઘનઘોર વાદળો અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પ્લેનની આગળની વિન્ડો ઝાંખી થઈ ગઈ છે. આ દરમિયાન જોઈ શકાય છે કે કેવી રીતે પાઇલટ બારી સાફ કરવા માટે તેની કોકપિટ સીટમાંથી બહાર આવવું પડે છે.