17 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજરમાં વિસ્ફોટ થયા હતા. હિઝબુલ્લાએ આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. હવે અમેરિકન ગુપ્તચર સૂત્રોએ એબીસી ન્યૂઝને પણ જણાવ્યું છે કે આ પેજર બનાવવામાં ઈઝરાયેલનો હાથ હતો. તે છેલ્લા 15 વર્ષથી આ પ્લાન કરી રહ્યું હતું.
એબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર હુમલાના પ્લાનિંગમાં શેલ કંપનીઓ સામેલ હતી. વિવિધ સ્તરે ઇઝરાયેલના ગુપ્તચર અધિકારીઓ આ યોજનાને આગળ ધપાવતા હતા. ઇન્ટેલિજન્સ અધિકારીઓએ એક કંપની બનાવી હતી જે રેકોર્ડ મુજબ લાંબા સમયથી પેજરનું ઉત્પાદન કરતી હતી.
કંપનીમાં કેટલાક એવા લોકો હતા જેમને આ ષડયંત્ર વિશે કોઈ જાણકારી નહોતી. સૂત્રોએ જણાવ્યું કે પેજરમાં 25-50 ગ્રામ વિસ્ફોટક મૂકવામાં આવ્યા હતા. તેને ટ્રિગર કરવા માટે તેને રિમોટ સાથે પણ જોડવામાં આવ્યા હતા.