Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પ્રમુખસ્વામી મહારાજે 1972ની 7મી ડિસેમ્બરે કાર્યકરો માટે સંગઠિત માળખું તૈયાર કર્યું હતું. આજે 52 વર્ષ પછી તે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આ અવસરે આજે ભારત સહિત 30 દેશના 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. 10 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે. આ કાર્યકરો પ્રત્યે મહંત સ્વામીને એવી લાગણી છે કે તેમણે પોતાના હાથે મોતીચૂરના લાડુ વાળ્યા હતા. મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 5 વાગ્યે મહંત સ્વામીના 20 મિનિટના પ્રવેશોત્સવ બાદ આ વિચારનું બીજ કેવી રીતે રોપાયું, કેવી રીતે આ વૃક્ષ સર્જાયું અને આજે સમગ્ર સમાજને કેવી રીતે તેના ફળ મળી રહ્યાં છે તેની સ્ટેડિયમમાં તોફાન સર્જાશે, આકાશમાં ઉગતાં ફળો જોવા મળ‌શે, પાણીના એક ટીપામાંથી સમગ્ર સ્ટેડિયમમાં લહેર રચાશે

આ ઇવેન્ટ સિંક્રોનાઇઝેશન આધારિત છે. સેંકડો કલાકાર, લાઇટ, સાઉન્ડ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવીને પ્રસ્તુતિઓ આપશે. સ્ટેડિયમમાં બેઠેલા 1 લાખ કાર્યકરોને લાઇટ અને વાઇફાઇ કનેક્ટેડ રિસ્ટ બેન્ડ અપાશે જે સિંક્રોનાઇઝ્ડ હશે. કોઈ પ્રસ્તુતિમાં પાણીનું ટીપુ પડશે તો મેદાનમાં તેની લહેર સર્જાશે જે દરેક છેડેથી નિહાળી શકાશે.